સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ લીંબડી હેલિપેડ ખાતે પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પી. કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા,શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પગુચ્છ થકી મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.