સુરેન્દ્રનગર અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા ગાંધીનગર દ્વારા રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તા. ૦૫/૦૫/૨૦૨૫ થી તા. ૨૦/૦૫/૨૦૨૫ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ (IPS) રાજકોટ વિભાગ રાજકોટ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના પગલે એલ.સી.બી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એચ.શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય.પઠાણ અને તેમની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા.
આ પ્રયાસોના ભાગરૂપે તા. ૧૩/૦૫/૨૦૨૫ ના રોજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને ચોક્કસ બાતમી મેળવી હતી. આ બાતમીના આધારે પાટડી પો.સ્ટે. ગુ.ર.નં. ૨૩૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫ એઇ.૧૧૬બી. ૯૮(૨).૮૧ અને બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ ગુ.ર.નં-૦૦૫૪/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ એઇ,૧૧૬બી ૯૮(૨) મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી જનકસિંહ કિર્તીસિંહ ઝાલા (રહે- ઝીંઝુવાડા, તા.પાટડી, જી.સુ.નગર)ને પાટડી સહયોગ હોટેલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી જનકસિંહ કિર્તીસિંહ ઝાલાનો કબ્જો પાટડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PSI જે.વાય.પઠાણ, HC દશરથભાઇ ધનશ્યામભાઇ, HC ચેહરભાઇ અમરશીભાઇ અને PC સંજયભાઇ પ્રવિણભાઇ જોડાયા હતા.