સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાર્યરત લીંબડી પોલીસ ટીમે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ ટીમે બાતમીના આધારે રાસકા ગામના પાટિયા પાસે આવેલ નર્મદા કેનાલ નજીક તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ જ્વલનશીલ બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમની ઓળખ લીંબડીના સૌકાન રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા, એમપીના સુજાલપુરના ભાગોર ભીલખેડીના સુનીલગીરી બુદ્રિગીરી ગોસ્વામી અને એમપીના સાજાપુરના સુજાલપુરના દેવીલાલ મંગીલાલ કસન તરીકે થઇ છે.આ કાર્યવાહીમાં પોલીસે 1590 લીટર બાયોડીઝલ, એક ટેન્કર, એક કાર, એક ટ્રક, મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ રૂ. 95,50,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર બાયોડીઝલ ભુજ-કચ્છના ઇરફાનભાઇ ઉર્ફે ઇમરા દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે ઇરફાનભાઇ તેમજ ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક અને ટેન્કર ચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીઆઇ જે.એન.સોલંકી, એએસઆઇ પુંજાભાઇ જાદવ અને વીએમરબારી સહિતની પોલીસ ટીમે આ સફળ કામગીરી કરી હતી. લીંબડી પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.