સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર પ્રાંત એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના વીજળીયા ગામે આકસ્મિક રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન રાજુભાઈ વિરજીભાઈ ઉમરખાણીયા નામના વ્યક્તિને પોતાની ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ત્યારે ચોટીલાના નાયબ કલેકટર પ્રાંત એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સ્થળ પરથી બે ડમ્પર, બે હિટાચી મશીન, હિટાચી લઇ જવાના બે પાટલા, એક લાઇટ પંખો, ૪૦ ફૂટ પીવીસી પાઇપ, એક સબમર્સીબલ પંપ અને સાત મોબાઇલ ફોન મળીને કુલ અંદાજે ૨.૫ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાંત અધિકારીની ટીમે રાજુભાઈ વિરજીભાઈ ઉઘરાણીયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓએ ખાનગી સર્વે નંબરમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર ખનન કરીને શરત ભંગ કર્યો હતો. આ ઉપરાંત, તેમની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઈનીંગ, સ્ટોરેજ,
ટ્રાન્સપોર્ટેશન નિયમો ૨૦૧૭ તેમજ જમીન મહેસુલ કાયદાની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમીન ખાલસા કરવા અંગેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટેશન નિયમો ૨૦૧૭ તેમજ જમીન મહેસુલ કાયદાની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમીન ખાલસા કરવા અંગેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.