સૂરજમલજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, પાટડી ખાતે આજે દસાડા વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આયોજિત "સામાજિક સમરસતા દસાડા વિધાનસભા ક્રિકેટ લીગ (ડીસીએલ-૨૦૨૫)નો રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય અને ઉત્સાહભર્યો શુભારંભ થયો.આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે "સામાજિક સમરસતા દસાડા વિધાનસભા ક્રિકેટ લીગ" જેવી પ્રવૃત્તિઓ સમાજમાં સમરસતા, એકતા અને ભાઈચારાના ભાવને સશક્ત બનાવવામાં ચોક્કસ એક મજબૂત પગલું સાબિત થશે. તેમણે આ આયોજન બદલ દસાડા વિધાનસભા ભાજપ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.આ શુભારંભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જૂનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સહિત સંગઠનના અનેક હોદ્દેદારો, સામાજિક આગેવાનો, મોટી સંખ્યામાં ખેલાડીઓ અને ક્રિકેટ રસિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર વાતાવરણ ખેલદિલી અને ભાઈચારાની ભાવનાથી તરબોળ હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.