ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રિક્ષમાંથી દારૂ અને બીયર મળી ૯૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

0
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.બી.વીરજાની સુચનાથી સ્ટાફના વિક્રમભાઈ રબારી, કુલદીપસીંહ સહિતનાઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમીયાન સ્ટાફને ધ્રાંગધ્રાથી મોરબી તરફ વિદેશી દારૂ ભરેલી રિક્ષા જતી હોવાની બાતમી મળી હતી. 
જેથી પોલીસે સોલડી ટોલગેટ પાસે વોચ રાખી શંકાસ્પદ રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા દારૂ અને બીયર મળી આવ્યા હતા. આથી સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલ સુધારા પ્લોટમાં રહેતા રિક્ષા ચાલક અહેમદભાઈ હાસમભાઈ મોવરને રૂપીયા ૪૫૬૦૦ ના દારૂ અને બીયર અને રૂપીયા ૫૦ હજારની રિક્ષા સહિત રૂપીયા ૯૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top