સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

0
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર શ્રી ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાજબી ભાવની દુકાનોના સ્થળ ફેરફાર, મર્જ કરવા બાબત તેમજ વાજબી ભાવની દુકાનો દ્વારા થતા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો. રાજેન્દ્ર પટેલે અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ માર્ચ માસ દરમિયાન પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાનો માટેની સંખ્યા તથા પસંદગી બાબત, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર બાબત, વાજબી ભાવની દુકાનો મર્જ કરવા બાબત, હાલ જિલ્લાને મળતો જથ્થો, માર્ચ માસમાં વિતરણ થયેલો જથ્થો, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.
હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે. જે પૈકી ૩૮ જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે. NFSA ૨૫૪૭૫૮ કાર્ડ અને NON NFSA ૧૯૪૯૬૯ કાર્ડ નોંધાયેલા છે. માર્ચ માસમાં કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા ૨૨ જેટલા પેટ્રોલ પંપ, એલ.પી.જી. ગેસ ડીલર/એજન્સી/ફેરિયા – ૦૬ એકમમાં તપાસ, સસ્તા અનાજની ૧૪ દુકાનોમાં તપાસ, તેમજ અન્ય વેપારી/ફેરિયાઓ ૩૨૩ માંથી ૧૨ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ.૭૯૦૦૦/- તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૯૫૬૩૫૫/- ફી વસુલ કરવામાં આવી હતી.   
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માર્ચ માસમાં ૪૪ જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા. ૪ જેટલા ખાદ્ય નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી. ૮૩ જેટલા રજિસ્ટ્રેશન અને લાયસન્સ ખાદ્ય પરવાના આપવામાં આવ્યા છે તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, પાણીની લારી, અનાજ કરિયાણાની પેઢી અન્ય સ્થળ સહિત ૫૮ જેટલા સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી. 
આ બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top