સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દારૂડિયા નું દંગલ:પોલીસની મોટરને જોઈને પીધેલો યુવક પોલીસની નજર સામેથી મુઠીયું વાળી દોટ મૂકીને

0

સુરેન્દ્રનગર  ડેપોના એસટી કર્મચારીએ પીધેલા યુવકને ઝડપી લઈ બનાવ અંગેની પોલીસને જાણ કરી હતી. સુરેન્દ્રનગર ના નવનિર્મિત એસટી ડેપોમાં પીધેલી હાલતમાં ઝડપાયેલા યુવા મુસાફરના કારણે અફડા તફડી  મચી ગઈ હતી. ઝડપાયેલ પીધેલો યુવક અપડાઉન કરતો વિદ્યાર્થી હોવાની ચર્ચા. અત્રે ઉલ્લેખનીય છે કે  સુરેન્દ્રનગરના નવનિર્મિત એસટી ડેપોના મુખ્ય ગેટ ઉપર પોલીસ પોઇન્ટ મુકેલો છે
છતાં પોલીસ કર્મીઓની ડ્યુટીના અભાવે પોલીસ કેબીન ખાલી ભાસતી હોય છે. આ નવનિર્મિત એસટી ડેપોમાં તંત્ર દ્વારા ક્યાંય સીસીટીવી કેમેરા મૂકવામાં ન આવતા મુસાફરોના જાનમાલની સલામતી નો યક્ષ પ્રશ્ન સર્જાયો છે.? ચીલ ઝડપ અને ચોરીના અવારનવાર બનાવો બની રહયા ની બુમરાણ ઉઠી છે.? છતાં એસટી તંત્ર સીસીટીવી મૂકવાની તસ્દી લેતું નથી. એસટી ડેપોમાં માથાકૂટ કરતા યુવકના મામલે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ  દોડી આવી હતી.
પોલીસની મોટરને જોઈને પીધેલો યુવક પોલીસની નજર સામેથી મુઠીયું વાળી દોટ મૂકીને નાસી છુટતા પોલીસની સ્થિતિ હાસ્યાસ્પદ જેવી બની ગઈ હતી.(દેવજી ભરવાડ-સુરેન્દ્ર્ર્નગર)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top