શ્રી સી યુ શાહ પોલિટેકનીક કોલેજ માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી- રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ મેટ્રો ના સંયુક્ત ઉપક્રમે શ્રી સી યુ શાહ પોલિટેકનીક કોલેજમાં થેલેસેમિયા ચેક અપ નું આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પ માં ૨૫૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ ને ચેકઅપ કરવામાં આવેલ હતું. આ કેમ્પ માં રેડક્રોસ ના કલ્પેશભાઈ સંઘવી, અશોકભાઈ દવે, કિરીટભાઈ ત્રિવેદી, અને રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો ના નિમીષભાઈ શાહ, અભિષેકભાઈ બાવળીયા અને રોટરેક્ટ મેટ્રોના પ્રમુખ દેશનાબેન શાહ, ધવલભાઈ શાહ, હર્ષભાઈ દોશી હાજર રહેલ હતા, કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી પરમાર સાહેબ,ડોડીયા સાહેબ અને સ્ટાફ નો સાથ સહકાર મળેલ હતો રેડક્રોસ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ થી નિલેશભાઈ અને ટીમ આ કેમ્પ માં આવેલ હતી.(દેવજીભાઇ ભરવાડ-સુરેન્દ્રનગર)
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.