મુળી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટરની નિમણૂંકથી તાલુકામાં આનંદની લાગણી
March 28, 2025
0
મુળી હાઇવે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુળી તાલુકાનું મુખ્ય સરકારી કેન્દ્ર ગણાય છે. આ હોસ્પિટલ વર્ષ 1988 માં શરૂ કરવામાં આવી હતી. હાઇવે પર થતાં અકસ્માતો, મુળી પંથકમાં પ્રસવના કેસો સહિતના બનાવોમાં દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. ત્યારે મૂળી તાલુકા ના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં માન. ધારાસભ્ય શામજીભાઈ, હરદેવસિંહ પરમાર, ચેરમેન જિલ્લા સહકારી બેંક સુરેન્દ્રનગર, રાજેન્દ્રસિંહ પરમાર-સદસ્યશ્રી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને ઓમદેવસિંહ ઝાલા ની આરોગ્ય મંત્રીશ્રી ને રજૂઆત કરતા સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર ની નિમણૂંક કરવામાં આવતા તાલુકા માં આનંદની લાગાગી કેલાઈ ગઈ છે.
Tags
Share to other apps