ધ્રાંગધ્રામાં મુસ્લિમ સમાજની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી સમાજનું નામ રોશન કરતા કસ્બા શેરી ખાતે સન્માન સમારોહ યોજાયો

0
સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રામાં મુસ્લિમ સમાજની દીકરીઓ દ્વારા ઉચ્ચ અભ્યાસ કરી અને સમાજનું નામ રોશન કરાતા કસ્બા શેરી ખાતે સમાજના આગેવાના હસ્તે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતી જેમાં બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધાંગધ્રા શહેરની મુસ્લિમ સમાજની દીકરીઓ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરાતા ધાંગધ્રા કસ્બા શેરી ખાતે દીકરીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધાંગધ્રા શહેરમાં રહેતા મેમણ જમાત ની દીકરી ડોક્ટર અલફિયા કારદાર બી ડી એસ સર્જનની ડીગ્રી પ્રાપ્ત કરી હતી, તથા ફકીર સમાજની દીકરી નાજમીનાએ બીએસસીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તથા મન્સૂરી સમાજ ની દીકરીએ મેડિકલ માં પણ ઉચ્ચ કક્ષાએ ડિગ્રી પ્રાપ્ત કરી અને સમાજનું નામ રોશન કરાતા સમગ્ર દીકરી અને દીકરાઓનો આજે કસ્બા શેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ગિફ્ટ અને મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં મુસ્લિમ સમાજમાં માતા-પિતા તેમના સંતાનોના શિક્ષણ પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે તેનો આજે દીકરીઓ નો ઉત્તમ દાખલો સામે આવ્યો હતો જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને એવું માનીને બ્રેઈનવોશ કરવામાં આવે છે કે ‘સરકારી નોકરીઓ મળતી નથી, અન્યાય થાય છે.’ આ માન્યતા તેમને અભ્યાસ કરતા અટકાવે છે ત્યારે ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરેલી દીકરીએ આહવાન કરીને કહેલ સાથે મળીને વ્યસન મુક્તિ કરીને શિક્ષણ તરફ આગળ વધીએ તેઓ આહવાન કરવામાં આવ્યો હતો ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને તેજસ્વી તારલાઓને પ્રેરણા પૂરી પાડી તેમના ઉત્સાહને વધાવીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને સન્માનિત કરવામાં આવેલ હતા
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top