એલસીબીએ ચોટીલાના ખેરડીની સીમમાથી ઇંગ્લીશ દારુનો જથ્થો બોટલો બીયર એક શખ્સને ઝડપ્યો

0

 

એલસબી પોલીસે  રૂ.૮,૧૦,૨૭૭ના મુદામાલ આરોપીઓ વિરુધ્ધમા પ્રોહીબીશન 
ધારા મુજબનો ગુન્હો રજી. કરાવેલ 
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે જીલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના ખેરડી ગામની સીમમાથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારુનો જથ્થો બોટલો તથા બીયર તથા અન્ય મુદામાલ મળી કી.રૂ.૮,૧૦,૨૭૭ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધમા ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ હતો. 
આ બનાવની જાણા મળતી વિગત મુજબ જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડયા(IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી/જુગારના વધુમાં વધુ કેસો શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવાના ઉદ્દેશથી એલ.સી.બી. પોલીસ ઇન્સ.જે.જે.જાડેજા નાઓને સૂચના આપેલ. આથી એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જાડેજા પો.સબ.ઇન્સ.જે.વાય.પઠાણ નાઓ દ્વારા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન કરી સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી.ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ચોટીલા તાલુકાના ખેરડીગામની સીમમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નં ૩૫૩૦ કી.રૂ.૬,૫૯,૫૨૭ તથા બીયર ટીન નં. ૫૦ કી.રૂ.૩૦,૭૫૦ એમ કુલ ઇગ્લીશ દારૂ કી.રૂ.૬,૯૦,૨૭૭ તથા મો.સા.નં.ર કી.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નં૦૨ કી.રૂ.૨૦,૦૦૦ એમ કુલ કી.રૂ.૮,૧૦,૨૭૭ના મુદામાલ સાથે ભોપાભાઇ ઉર્ફે ભુપતભાઈ લાલજીભાઇ મેર રહે.રંગીલા સોસાયટી નવાગામ પાસે રાજકોટ મુળ

 રહે.ગામ પીપળીયા તા.ચોટીલા જી. સુરેન્દ્રનગરને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધમા ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ હતો. જયારે આ ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓમાં ભરતભાઇ રાધવજીભાઇ દુમાદીયા રહે.ગામ ખેરડી તા.ચોટીલા, કાળા કલરનુ એક્સેસ સ્કુટર રજી.નં. જીજે.૦૩.એએમ. ૨૧૨૩ વાળાનો ચાલક/માલીક, દુધીયા કલરના વન પ્લસનો લોક વાળા મોબાઇલનો ધારક, ધવલભાઇ રશીકભાઇ સાવલીયા તથા તપાસમા ખુલે તે વિગેરે સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
આ કામગીરીમાં એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સ જે.વાય પઠાણ તથા પો હેડ કોન્સ.પ્રવિણભાઇ કોલા તથા પો.કોન્સ કુલદીપભાઇ બોરીયા તથા વજાભાઇ સાનીયા તથા મેહુલભાઇ મકવાણા તથા ડ્રા.પો.કોન્સ યુવરાજસિંહ વાઘેલા તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ.દેવરાજભાઈ જોગરાજીયા સહીતના પોલીસ અધિકારી/કર્મચારી રોકાયા હતા. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top