સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું બજેટ સર્વાનુમતે પસાર

0
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બજેટ માટેની ખાસ સામાન્ય સભાનું આયોજન તા.૨૦ માર્ચને ગુરૂવારે કરાયુ હતુ. જેમાં જિલ્લા પંચાયતના હિસાબી વિભાગ દ્વારા આવક અને ખર્ચના અંદાજ રજૂ કરાયા હતા. જેમાં આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ રૂપિયા ૧૬૧૩ કરોડની આવક સામે રૂપિયા ૧૧૧૩ કરોડના ખર્ચને બાદ કરતા ૫૦૦ કરોડથી વધુની પુરાંત દર્શાવવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બજેટ માટે ગુરૂવારે મળી હતી.
જેમાં તા. ૩૦-૧૨-૨૦૨૪ના રોજ યોજાયેલી ગત સામાન્ય સભાની નોંધને સૌપ્રથમ બહાલી અપાઈ હતી. આ તકે ૬-૨-૨૦૧૫ના રોજ મળેલી કારોબારી સમિતિ અને ૨૧-૧૦-૨૦૨૪ અને ૨૭-૨-૨૦૨૫ના રોજ મળેલી સામાજિક ન્યાય સમિતિની કાર્યવાહીને સૌએ મંજૂરી આપી હતી. જયારે જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૪-રપનું સુધારેલ અને વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર રજૂ કરાયુ હતુ. જેમાં આગામી વર્ષમાં રૂપિયા 16,13,93,80,000ની આવક સામે રૂપિયા 11, 13, 56, 42, 000ના ખર્ચે સાથે રૂપિયા 5,00,37,38,000ની પુરાંતનો અંદાજ લગાવાયો છે. જયારે સ્વભંડોળમાં પણ રૂપિયા 12,86,49,000 ની આવક સામે રૂપિયા 2,21,24,000ની પુરાંત રાખી રૂપિયા 10,65,25,000ના ખર્ચનો અંદાજ કરાયો છે. આ ઉપરાંત ગત વર્ષે ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં બેઠક દીઠ મળતી રૂપિયા ૫ લાખની જોગવાઈમાંથી મંજૂર થયેલ તથા વહીવટી મંજૂર થયેલ કામોને બહાલી અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞીક, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, કારોબારી ચેરમેન જશુભા સોલંકી, વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો, જિલ્લા પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રથમ વખત હાજર રહેનાર નવા ડીડીઓ કે. એસ.યાજ્ઞીકનું પ્રમુખ દ્વારા સન્માન કરાયુ હતુ.(સંદેશ સાભાર)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top