સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાયલાના સુદામડા વીડમાં ચાલતા ઇંગ્લીશ દારૂના કટીંગ પર દરોડો પાડયો

0
પોલીસે ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલો તથા બીયર મળી કુલ કી.રૂ.પ૭,૫૨,૬૦૦નો મુદામાલ પકડી ધોરણસરની કાર્યવાહી કરી 
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાયલા પોલીસ સ્ટેશનના સુદામડા વીડ વિસ્તારમાં ચાલતા ઇંગ્લીશ દારૂના કટીંગ પર દરોડો પાડી ગેરકાયદેસર ઇગ્લીશ દારુનો જથ્થો બોટલો તથા બીયર કૂલ નંગ-૧૦,૫૬૦ કી.રૂ.૩૭,૦૨,૬૦૦તથા અન્ય મુદામાલ મળી કૂલ કી.રૂપ૭,૫૨,૬૦૦નો મુદામાલ પકડી સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ હતો.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી/જુગારના વધુમા વધુ કેસો શોધી કાઢી અસરકાર કામગીરી કરવાના એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા સુચના કરેલ જેના ભાગરૂપે પો. સબ. ઇન્સ. જે.વાય.પઠાણ દ્વારા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આધારે એલ.સી.બી.ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાથી સુદામડા જતા રોડ ઉપર રામેશ્વર ભરડીયાની પાછળ વીડમાં ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર ચાલતા ઇંગ્લીશ દારૂના કીંગ પર રેઇડ કરી ટ્રક રજી નંબર RJ-19-GJ-0105 કી.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા ગે.કા.ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૪૭૨૮ કી.રૂ.૩૨, ૧૮,૫૪૪તથા બીયરની કાચની બોટલ નંગ.૫૮૩૨ કી.રૂ.૪,૮૪,૦૫૬ મળી કુલ કી.રૂ.૩૭, ૦૨,૬૦૦ પ્રોહી મુદામાલ તથા ટ્રક તથા પીકઅપ ડાલુ મળી એમ કુલ કી.રૂ.૫૭,૫૨,૬૦૦ના મુદામાલ ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધમા સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ હતો. 
જ્યારે દરોડામાં પકડવાના બાકી આરોપી (૧) જયવીરભાઇ જેઠસુરભાઇ કાઠી દરબાર (૨) ભયલુભાઇ રણુભાઇ કાઠી દરબાર (3) જયુભાઇ રણુભાઇ કાઠી દરબાર રહે, ત્રણેય સુદામડા તા.સાયલા (૪) ટ્રક નંબર જોતા RJ-19-GJ-0105 નો ચાલક (૫) મહીન્દ્રા પીકપ ડાલાના રજી. નંબર જોતા GJ-13-AW-4153 નો ચાલક (૬) દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા ઇસમ તથા તપાસ દરમ્યાન ખુલે તે વિગેરે પર તપાસ આરંભી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top