તાજેતરમાં જેક્સન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સ્ટાફ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.અંદાજે ૧૩૦ જેટલા પ્રતિભાવ તેજસ્વી છાત્ર, છાત્રાઓને સન્માનિત કરી ચેક સર્ટીફીકેટ રેલવેના ઉચ્ચ અધિકારીના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.તા.૩ માર્ચ ૨૦૧૫ને ગુરૂવારના રોજ ધી જેક્સન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સ્ટાફ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ડીઆરએમ, એડીઆરએમ, કંસાર ડીપીઓ, ડીઈએન ઉપસ્થિત રહ્યા હતા. તથા બંને ડાયરેક્ટર ઘનશ્યામસિંહ જાડેજા, બલરામ મીના સહિત તમામ યુનિયનોના તથા તમામ એસોસિએશનના હોદ્દેદારો તથા જેસી બેંકના ભૂતપૂર્વ ચેરમેનની ઉપસ્થિતમા અંદાજે ૧૩૦ જેટલા પ્રતિભાવ તેજસ્વી છાત્રા છાત્રાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તકે તેમને ચેક તથા સર્ટીફીકેટ રેલવેના ઉચ્ચ અધિકારીના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.