૨૨ માર્ચની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સુધી જશે

0

રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક ના લીધે, 22.03.2025 ના રોજ ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ને હવે સુરેન્દ્રનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને સુરેન્દ્રનગરથી તેને ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. આમ, 22.03.2025 ના રોજ, 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www. enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમ માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે, ભાવનગર મંડલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top