બજેટ ફાઈનાન્સ કમિટિ ચેરમેન, કારોબારી ચેરમેન દ્વારા રજૂ કરાયુ
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને તા.૨૭ માર્ચને ગુરૂવારે સવારે ૧૧ કલાકે રાખવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ૨૦૨૫-૦૨૦૨૬ના વર્ષનું રૂ. ૧૦૧ કરોડની પ્રાથમિક સુવિધા સાથેના વિકાસના કામોનું બજેટ ફાઈનાન્સ કમિટિ ચેરમેન, કારોબારી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતું.
સભામાં શહેરના વિસ્તારોમાં પાણી, ગટર, રસ્તા અને વીજળી, બાગ બગીચા, તળાવ બ્યુટિફિકેશન સાથેની પ્રાથમિક સુવિધાઓ અર્થે રૂ.૧૦૧ કરોડનું વિકાસલક્ષી બજેટ ધ્રાંગધ્રા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું.
૨૦૨૫-૨૦૨૬ની સાલનું આ અંદાજપત્ર કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ અને ફાઈનાન્સ કમિટિ ચેરમેન પરિક્ષિતસિંહ ઝાલાએ રજૂ કર્યું હતું. તેમજ આ બજેટ બેઠકમાં ફાયનાન્સ કમિટિના ઉપપ્રમુખ હુસેનભાઈ કાનાબાર, શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ, ગાયત્રીબા રાણા, કલ્પનાબેન રાવલ, અશોકસિંહ જાડેજા, કરણદેવસિંહ જાડેજા, પ્રહલાદસિંહ પઢીયાર સહિત સુધરાઈ સભ્યો શહેરની સુખાકારી સુવિધા માટે અંદાજપત્ર રજૂ કર્યું હતું.