સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એન.ટી.એમ. હાઇસ્કુલ સામે, ભાડિયા કુવા પાસે, અંદાજે ૮૦૦૦ ચો.મી. જમીનમાં રાધે ફન વર્લ્ડ, એમ્યુઝમેન્ટ પાર્ક આવેલ છે. આ જગ્યા જે તે સમયે નગરપાલિકા દ્વારા માસિક ભાડાથી અજયસિંહ બી. ઝાલાને આપવામાં આવેલ હતી. જે ભાડા કરારની મુદત તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ પૂર્ણ થયેલ છે. ત્યારબાદ આજ દિન સુધી સવાલવાળી જમીનનો કબજો ભાડુઆતશ્રી દ્વારા અત્રેની પરત કરવામાં આવેલ ન હતો.
ત્યારે હાલે ભાડુઆતશ્રી દ્વારા અન્ય થર્ડ પાર્ટીને એટલે કે વાઇબ"૯" (નાઈન) કાફે /રેસ્ટોરન્ટ તથા તરબૂચ અને મરચાના સ્ટોલવાળાને ભાડેથી આપવામાં આવેલ હોવાનું જણાય છે.
આમ, મહાનગરપાલિકા દ્વારા ભાડેથી આપવામાં આવેલ જગ્યા અન્ય લોકોને ભાડે આપી, આર્થિક ઉપાર્જન કરેલ હોવાનું જણાય છે. જેથી અત્રેથી તેઓને તા. ૧૦/૩/૨૦૨૫ ના રોજ નોટિસ પાઠવી સદરહુ જગ્યા ખાલી કરી અત્રેને જાણ કરવા જણાવવામાં આવેલ. તેમ છતા સદર બાબતે તેઓશ્રી દ્વારા કોઈ પ્રત્યુતર ન મળતા, અત્રેથી ફરી તા. ૨૯/૦૩/૨૦૨૫ ના રોજ સદરહુ મિલકત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પરત લેવામાં આવેલ છે.
આ જગ્યાનો આવનારા સમયમાં મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અન્ય સુવિધા પૂરી પાડી શકાય તે હેતુ આયોજન કરવામાં આવનાર છે. તેમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ જગ્યાનો આવનારા સમયમાં મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અન્ય સુવિધા પૂરી પાડી શકાય તે હેતુ આયોજન કરવામાં આવનાર છે. તેમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.