સુરેન્દ્રનગર જિલ્લાના મુળી નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટનામાં પાટણથી દ્વારકા તરફ જતી એસટી બસનો બાઈક અને કાર સાથે ટક્કર થતા અકસ્માત થયો હતો. જેમાં અંદાજે સાત લોકોને નાની-મોટી ઈજા થતા સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરનાં મુળી તરફના નેશનલ હાઈવે પર આવેલા ત્રિમંદિર પાસે પાટણથી દ્વારકા તરફ જઈ એસટી બસની એક બાઈક અને કાર સાથે ટક્કર થતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અંદાજે સાત લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી.
જ્યારે એસટી બસના ચાલકે કાર ચાલકને બચાવવાનો પ્રયાસ કરતા પરંતુ બસ રોડની નીચે ઉતરી જતાં ઇલેક્ટ્રીક પોલ સાથે અથડાતા કુલ સાત વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતાં તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.