સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૩,૨૩૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો.ગીરીશ પંડયા દ્વારા વી.બી.જાડેજા નાયબ પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન સુરેન્દ્રનગર નાઓની સુચનાથી તેમજ પોલીસ ઇન્સપેકટર આર.એમ.સંગાડાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. આ દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સુરેંદ્રનગર બહુચર હોટલ નજીક રાંઢવાવાળા મેલડીમાના મંદીર પાસે જાહેરમાં રેઇડ કરતા (૧) જેરામભાઈ રાયસીંગભાઈ કાંજીયા જાતે.ચું.કોળી ધંધો-મજુરી રહે.સુ.નગર ફીરદોષ સોસાયટી પાસે વેલનાથ સોસાયટી અજીતસિંહની દુકાન સામે તા.વઢવાણ જી.સુ.નગર (૨) ભરતભાઇ મોહનભાઇ રાઠોડ જાતે. ચું. કોળી ધંધો-રી.ડ્રા. રહે રાજકોટ ઢેબર રોડ ઢેબર કોલોની કવાટર્સ નં-૭૦ તા.રાજકોટ (૩) જગદીશભાઇ ચનાભાઇ રાઠોડ જાતે.ચું.કોળી ધંધો-રી.ડા. રહે.રાજકોટ ઢેબર રોડ ઢેબર કોલોની કવાટર્સ નં-૪૧ તા.રાજકોટ ત્રણ ઇસમો ગંજી પતાના પાના વડે જુગાર રમી રમતા કુલ રોકડ રૂ.૧૩,૨૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સુરેંદ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૭૨૫૦૨૭૧ / ૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.
આ કામગીરીમાં (૧) આર.એમ.સંગાડા પોલીસ ઈન્સપેક્ટર સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. (૨) મુકેશભાઈ મનુભાઈ ઉતેળીયા એ.એસ.આઈ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. (૩) મહાવીરસિંહ વજેસંગભાઈ બારડ પો.હેડ.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે.(૪) ધવલસિંહ ચંદુભા સિસોદીયા પો.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૫) રાજુભાઇ જીવણભાઇ પઢેરીયા પો.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૬) મનસુખભાઈ માનસંગભાઈ જમોડ પો.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે (૭) અંકીતભાઈ ભુપતભાઇ સાકરીયા પો.કોન્સ સુરેંદ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે સહિતના અધિકારી/કર્મચારી રોકાયેલ હતા.