બજાણા પો.સ્ટે.ના પીપળી ગામ થી દેગામ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે વગડીયા જવાના કાચા રસ્તા પરથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મજલલોડ બંદુક સાથે એક ઇસમને પકડી પાડી બજાણા પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા મુજબ ગુનો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ, (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ગે.કા.હથીયારો રાખતા ઇસમોને હથીયાર સાથે શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.જે.જાડેજા નાઓને સુચના આપેલ.
જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.જે.જાડેજા તથા એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ ના પો.સ.ઈ.શ્રી આર.એચ.ઝાલા નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડ ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરી જિલ્લા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ફરી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપતા, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની ટીમો દ્વારા બજાણા પો.સ્ટે. વિસ્તારના પીપળી ગામથી દેગામ તરફ જવાના રસ્તે રેલ્વે ફાટક પાસે વગડીયા જવના કાચા રસ્તા પરથી જાહેરમાંથી નશીબખાન સરદારખાન મલેક જાતે.મુસ્લીમ ઉ.વ.૨૭ ધંધો ખેતી રહે.ગામ પીપળી તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મજરલોડ બંદુક કિ.રૂ.૨૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરુધ્ધમા બજાણા પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા મુજબ ગુનો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.જે.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી જે.વાય પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ ના પો.સબ.ઇન્સ.શ્રી આર.એચ.ઝાલા તથા એલ.સી.બી.ના પો.હેડ કોન્સ પરીક્ષીતસિહ એન.ઝાલા, હેડ કોન્સ. યશપાલસિહ ઘનશ્યામસિંહ રાઠોડ તથા પો. કોન્સ. પ્રતાપસિંહ સુરસંગભા રાઠોડ, તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. અસલમખાન મલેક તથા હેડ કોન્સ દશરથભાઇ ઘાંઘર તથા પો.કોન્સ સંજયભાઇ પાઠક એ રીતેની ટીમ દ્વારા ગે.કા. હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવેલ છે.