સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં મહાદેવગઢ ગામની પ્રાથમિક શાળામાં તા.૩૦ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ રસોઈ-શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો.તેમજ પનીર ટીકા, બદામ શેક, ભજીયા, પાણીપૂરી, ચણાચાટ, ડોરાકેક, મેગીવડા, સમોસા જેવી અનેક વાનગીઓ બનાવી હતી. જેમાં શાળાના શિક્ષકો એ પણ ખૂબ સહકાર આપ્યો હતો. આચાર્ય કિશોરભાઈ ડી.મકવાણા તેમજ શિક્ષકો અશ્વિનભાઈ બી.વરમોરા, વિમલભાઈ એન.ખાંભલા, રિંકુબેન એમ.ચાવડા અને પારૂલબેન ડી.પટેલે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ દરમિયાન નવાપરા મહાદેવગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમૃતભાઈ ભૂત, SMC સભ્યો તથા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.