ગેરકાયદેસર દેશી હાથ બનાવટની મઝલલોડ બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ

0
સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં હથિયારધારાના ગુનાઓ તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી સ્ટાફ મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વગડીયા ગામની રેલ્વે ફાટક પાસે આવતા પોલીસ કોન્સ. રવિરાજભાઇ મેરૂભાઈ ખાચરનાઓને બાતમી આધારે એક ઈસમને ગેરકાયદેસર હથિયાર મજલલોડ બંદુક સાથે મળી આવતા આરોપી રોહિતભાઇ મનસુખભાઇ દેકાવાડીયા જાતે ચુ.કોળી ઉવ.૨૦ ધંધો ખેતી રહે.ભવાનીગઢ તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાની અંગઝડતીમાંથી હથિયાર મળી આવેલ જે હથિયાર એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મજલલોડ બંદુક કિ.રૂા.૫૦૦૦/- ની મળી આવેલ સદરહુ આરોપી વિરુધ્ધ મુળી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ 25 (1-B)a મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કામગીરીમાં રોકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીની વિગત PI શ્રી બી.એચ.શીંગરખીયા, PSI શ્રી એન.એ.રાયમા, PSI શ્રી એન.એચ. ચુડાસમા, HC અમરભા કનુભા ગઢવી, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ એર, HC PC રવિરાજભાઈ મેરૂભાઇ ખાચર, PC મુનાભાઈ નાનજીભાઇ રાઠોડ, PC બળદેવસંગ અમરસંગ ડોડીયા, PC નિતીનભાઈ હરેશભાઈ ગોહિલ,
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top