હોસ્પિટલમાં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી દર્દીઓને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવશે
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી હાઇવે પર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુળી તાલુકાનું મુખ્ય સરકારી કેન્દ્ર છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર આવેલ હોવાથી મુળી સહિત આસપાસના ગામોના દર્દીઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળી રહી છે. જયારે હાઇવે સહીત મુળી તાલુકામાં અકસ્માત બનાવો બને ત્યારે તાત્કાલિક સારવાર અર્થે પણ હોસ્પિટલે રીફર કરવામાં આવે છે. ત્યારે રાજકીયદ આગેવાનોની રજૂઆતોને રાજય સરકારે ધ્યાને લઇ સહીત લોકોના આરોગ્યને ધ્યાને લઇ રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલને નવી બનાવવનો નિર્ણય કરાયો છે. ત્યારે આરોગય વિભાગ દ્વારા આ હોસ્પિટલનુ નવીનીકરણ માટે બજેટની દરખાસ્ત કરતા રાજય સરકાર હોસ્પિટલના નવનિમાર્ણ માટે બજેટ મંજુર થયેલ છે.
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી ખાતે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મુળી સામૂહિક આરોગ્ય કેન્દ્રને નવુ નવનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ૧૫માં નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં સમાવેશ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર મુળીને બાંધકામ અંગે ગ્રાન્ટ કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ.) ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ, સીવીલ હોસ્પિટલ કેમ્પસ, ગાંધીનગરએ મંજુર થયેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુળી સુરેન્દ્રનગરના બાંધકામ અંગે કાર્યવાહી સત્વરે હાથ ધરવા જણાવેલ હતું.
ત્યારે મૂળીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જૂની બિલ્ડિંગ જમીદોસ્ત કરી અંદાજે છ કરોડના ખર્ચે બે માળ અને લિફ્ટ સાથે હોસ્પિટલ બનાવવાની મંજૂરીની મોહર મારવામાં આવી છે. ત્યારે મૂળીમાં અંદાજે ચાલીસ વર્ષ બાદ મોટી હોસ્પિટલ બનશે તેમજ હોસ્પિટલમાં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી દર્દીઓને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવશે.
સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા તાલુકાની પ્રજાને સુરેન્દ્રનગર જેવી તાલુકા કક્ષાએ સેવાઓ મળી રહે તે માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ પ્રસુતિ કામગીરી અને દર્દીઓને મળતી તબીબી સારવાર સારી મળતા વધુને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ચેરમેન જિલ્લા સહકારી બેંક હરદેવસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમાર, મુળી સામૂહિક આરોગ્ય કેન્દ્ર-ઓમદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ બ્રીજરાજસિંહ વાઘેલાની મહેનત થકી નવી હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.