સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસે ૩૧ ડીસેમ્બરના રાત્રીના નવા વર્ષની ઉજવણી નિમીતે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચુસ્ત બંદોબસ્ત

0
નવા વર્ષની ઉજવણી નિમિતે લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટલો ફાર્મ હાઉસ ક્લબો પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વિગેરે જાહેર સ્થળોએ અલગ-અલગ કાર્યક્રમો યોજાતા હોય છે. આથી તા.૩૧ ડીસેમ્બર-૨૦૨૪ની રાત્રીને  ધ્યાને લઈ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તેમજ જીલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ બને નહી જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડયા (IPS) દ્વારા તા.૩૧ડીસેમ્બર-ના રાત્રીના જિલ્લાની હદની કુલ.૧૩ ચેક પોસ્ટ, તેમજ પોલીસ સ્ટેશન વાઇઝ કુલ.૨૭ ચેક પોસ્ટ એમ મળી કુલ.૪૦ ચેક પો.સ્ટ ઉપર બંદોબસ્ત,પેટ્રોલીંગ રાખવા સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક તથા તમામ પોલીસ મથકના અધિકારીઓ સહીત એલ.સી.બી., એસ.ઓ.જી.,પેરોલ ફર્લોના અધિકારીઓને જરૂરી સુચનાઓ કરી અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. 
જેના ભાગરૂપે ૩૧ ડીસેમ્બર-૨૦૨૪ ના કલાક ૨૦-૦૦ થી જિલ્લાની તમામ ચેક પોસ્ટ તેમજ પો.સ્ટે. વાઇઝ બંદોબસ્ત રાખવામા આવેલ હતું. જે દરમ્યાન જિલ્લામા કુલ વાહન ચેક-૧૫૮૨, એમ.વી.એક્ટ- ૨૦૭-૨૪, એમ.વી.એક્ટ કલમ ૧૮૫ મુજબ કેસ-૧૭, બી.એન.એસ.૨૮૧ મુજબ કેસ-૦૪, બી.એન.એસ.૨૮૫ મુજબ કેસ-૦૩, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ કેસ-૦૧ તેમજ એમ.વી.એક્ટ એન.સી.-૨૬૬, સ્થળ દંડ રૂ.૧,૧૭,૬૦૦ તેમજ પ્રોહી પીધેલાના કેસ-૧૫, પ્રોહી કબજાના કેસ-૦૪ તથા પ્રોહી ઇંગ્લીશ દારૂ કેસ-૦૧ તેમજ VOC મુજબની કામગીરી કરવામા આવેલ હતી. તેમજ જિલ્લા એલ.સી.બી.,એસ.ઓ.જી.,પેરોલ ફર્લો સ્કોડ દ્વારા હોટલો, રીસોર્ટ, ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટમા સઘન ચેકીંગ કરવામા આવેલ હતું.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top