રાણીપાટ વાડી પ્રાથમિક શાળા માં 76 માં પ્રજાસત્તાક દિનની
ઉજવણી કરવામાં આવી હતી. ગામની સૌથી વધુ અભ્યાસ કરેલી દીકરી સિંધવ પ્રાર્થનાબેન સિંધાભાઇ
દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બનવા માટે પ્રાથમિક
શાળાનો સ્ટાફ, ધોરણ ૧ થી ૯ માં અભ્યાસ કરતા
બાળકો તથા સમગ્ર ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. શાળામાં રાષ્ટ્રીય
પર્વ નિમિત્તે જુદા જુદા કુલ ૨૦ કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે
વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા ભારતના બંધારણમાં રહેલ સમાનતા અને બંધુતા
નો ખ્યાલ શાળાના શિક્ષક ગૌતમભાઈ દ્વારા આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન
શાળાના આચાર્યશ્રી રાધાબેન પટેલના માર્ગદર્શનમાં શાળાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં
આવ્યુ.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.