ગેરકાયદે પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ બોટલો નંગ રૂ.૧,૦૦,૮૦૦નો મુદામાલ ઝડપ્યો
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાની મોલડીના ધારૈય ગામે રહેણાક મકાનમાં છુપાવેલી ઇંગ્લીશ દારૂની ૧૮૦ બોટલો કિંમત રૂ.૧,૦૦,૮૦૦નો મુદામાલ ઝડપી નાની મોલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર એલ.સી.બી. દ્વારા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ દરમ્યાન નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારના ધારૈય ગામે રહેણાક મકાનમાંથી ગેરકાયદે પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ.૧૮૦ કિંમત રૂ. ૧,૦૦,૮૦૦નો મુદામાલ પકડી પાડી એક ઇસમ વિરૂધ્ધમાં નાની મોલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસ ટીમે આ દરોડામાં હાજર નહી મળી આવેલા રહે-ધારૈયઇ તા.ચોટીલાના નીલેશભાઇ નથુભાઇ સાગઠીયા વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી ન મળી આવેલ ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ દરોડામાં કાર્યવાહીમાં સુરેન્દ્રનગર એલ.સી.બી.ના ઈન્સપેકટર જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પ્રવિણભાઇ કોલા, કુલદીપભાઇ બોરીયા તથા વજાભાઇ સાનીયા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.