સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે

0
સાયલાના ઘારાડુંરીમાં દેશી દારૂની ભઠ્ઠી તથા આથા સહિત ૭૦ હજારનો મુદ્દામાલ ઝડપ્યો
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયલાના ધારાડુંરીની સીમ વિસ્તારમાંના સરકારી ખરાબામા ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી, દેશી દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂ.૭૦,૦૦૦નો મુદામાલ ઝડપાયો હતો. આ અંગે સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પોલીસની ટીમે સાયલાના ધારાડુંગરી ગામની સીમ વિસ્તરમા પેટ્રોલીંગ દરમ્યાન ચોકકસ બાતમીના આધારે રેઇડ કરી દેવરાજભાઇ ટપુભાઇ ઉઘરેજાની વાડીના શેઢા પાસે સરકારી ખરાબામા ધારાડુગરી ગામની સીમ, સાયલામાં દરોડો પાડી આરોપી વિજયભાઇ સુખાભાઇ સારલા રહે-ગામ નળખભા તા.થાનગઢ હાલ,ધારાડુગરી તા.સાયલાના કબજા ભોગવટામાંથી ગરમ આથો લીટર-૪૦૦ કિંમત રૂ.૧૦,૦૦૦ ઠંડો આથો લીટર-૮૦૦ કિંમત રૂ.૨૦,૦૦૦, ગરમ દેશી દારૂ લીટર-૨૫ કિંમત રૂ. ૫૦૦૦તથા ઠંડો દેશી દારૂ લી.૧૭૫ કિંમત રૂ.૩૫૦૦૦ મળી કુલ રૂ.૭૦,૦૦૦નો મુદામાલ પકડી પાડી ઇસમ વિરૂદ્ધમા સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ‌ કામગીરીમાં સુરેન્દ્રનગર એલ.સી.બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે. જે. જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પી.એ.કોલા, વજાભાઇ સાનીયા તથા કુલદીપભાઇ બોરીચા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top