આજ તા. ૧૫ ડિસેમ્બરથી ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો શુભારંભ

0
આગામી ૪૫ દિવસ દરમિયાન રાજ્યના ૧૮,૪૬૪ ગામોના આશરે એક કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે
ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ ૨૦૨૪-૨૫ સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. ૨૫ ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો. 
હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના ૩૩ જિલ્લાના તમામ ખેતર માટે રવિ ૨૦૨૪-૨૫ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. ૧૫મી ડિસેમ્બરથી રાજ્યભરમાં ૪૫ દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮,૪૬૪ ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે. 
આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. ૧૨ ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં ૧૦૦ % પાણીપત્રક નમૂના નં. ૧૨ માં નોંધણી થશે. જેથી નમૂના નં. ૧૨ માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top