રાજકોટ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના સીનીયર ક્લાર્ક રૂ.૫ હજારની લાંચ લેતા ઝડપાયો
રાજકોટ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં એક જાગૃત ફરીયાદીએ સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવુ પ્રમાણપત્ર કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હોય જેથી ફરીયાદીએ કચેરીમાં પ્રમાણપત્ર માટે સીનીયર ક્લાર્કનો રૂબરૂ સંપર્ક કરતા પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે રૂા.૫,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરતા જે ફરીયાદી આપવા માંગતો ન હોય આથી આ અંગે એ.સી.બી.ને જાણ કરતા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ એસીબીના સટકામા રૂ.૫ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ સીનીયર ક્લાર્ક ઝડપાયો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરીયાદી એક જાગૃત નાગરીક રાજકોટ ખાતે ફરજ બજાવતા હોય જેથી તેઓએ સરકારી કવાર્ટર મેળવવા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેરની કચેરીમાં આશરે પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરેલ પરંતુ હાલ સુધી તેઓને કવાર્ટર ફાળવવામાં નહી આવતા પોતાને સરકારના ધારાધોરણ મુજબ મકાનભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવુ પ્રમાણપત્ર કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હોય જેથી ફરીયાદીએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કચેરીના રવી રાજુભાઇ મજેઠીયા, સીનીયર ક્લાર્ક, વર્ગ-૩ નો રૂબરૂ સંપર્ક કરતા રવી રાજુભાઇ મજેઠીયા, સીનીયર ક્લાર્કે પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે રૂા.૫,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હતી.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન રવી રાજુભાઇ મજેઠીયા, સીનીયર ક્લાર્ક, વર્ગ-૩ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦૦ ફરીયાદી પાસેથી માંગી કરતા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેરની કચેરીમાં જ સ્વીકારતા સીનીયર ક્લાર્કે પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ ટ્રેપીંગ અધિકારીમા આર.એન.વિરાણી તથા પોલીસ ઇન્સ્પેકટર,એ.સી.બી. પો.સ્ટે. જામનગર, એ.સી.બી. સ્ટાફ રહ્યો હતો. જ્યારે અધિકારી કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટનાએ સફળ સુપર વિઝન કર્યું હતું.