૧૦ દિવસમાં માગણીઓ પૂરી કરશે તેવું અધિક કલેક્ટરે
સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારો સહિત માગણીઓ સાથે અધિક કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતાં. જ્યાં અધિક કલેક્ટરે ટ્રસ્ટીઓ ૧૦ દિવસમાં માગણીઓ પૂરી કરશે તેવું સમજાવતા કર્મચારીઓએ હાલ વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો
સુરેન્દ્રનગર શહેરની સી.જે. હોસ્પિટલના કર્મચારીઓ અધિક કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં કર્મચારીઓને ઘણા સમયથી પગારનો પ્રશ્ન રહે છે જ્યારે સાતમા પગાર પંચની માગ કરતા પગાર વધારો સહિતની માગણીઓ ટ્રસ્ટીઓ દ્વારા નહીં ઉકેલાતા વિરોધ, દેખાવો કરવાની ચિમકી આપવામાં હતી. ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે હોસ્પિટલ ગરીબો માટે રાહતદરે સારવાર આપે છે તેમજ છેલ્લા ૧૦ મહિનાથી પચાસેક લાખ રૂપિયાનું ડોનેશન લાવીને કર્મચારીઓને પગાર આપ્યો છે. આ ઉપરાંત ટ્રસ્ટીઓ, સભ્યોએ પણ લાખ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યુ છે. સંસ્થા વાર્ષિક ૨૭ લાખ રૂપિયાની ખોટ કરતી હતી તેમાંથી અમે સંસ્થાને પગભર કરવા પ્રયત્ન કર્યા છે. જ્યારે રજુઆતમા ઉપસ્થિત કર્મચારીઓએ કૈલાશભાઇ મિયાવડાએ કહ્યું હતું કે અગાઉ ૧૦ તારીખે રજૂઆત કરી હતી તે બાબતે ગુરૂવારે અમને અધિક કલેક્ટર ઓઝાભાઇને રૂબરૂ મળ્યા અને ૧૦ દિવસમાં મેનેજમેન્ટ કર્મચારીઓની માગણી સંતોષશે તેમ છતાં ન કરે તો અમારી પાસે આવજો હાલ અધિક કલેક્ટરના કહેવા મુજબ અમે આંદોલન ૧૦ દિવસ માટે મોકૂફ રાખ્યું છે.