No title

0

સુરેન્દ્રનગરમાં મેગામોલ સામે બનેલ ચકચારી લુંટમાં વધુ બે અરોપીઓને પકડી પાડતી જીલ્લા પોલીસ 

લુંટમાં ગયેલ બીજા રોકડા રૂપીયા પૈકી રૂા.૮,૪૯,૫૦૦નો વધુ મુદામાલ કબજે કર્યો 
સુરેન્દ્રનગરમાં ગત તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ સવારના સવા અગીયાર વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર, મેગામોલ પાસે આવેલ સેમસંગના શો રૂમ સામે ફરીયાદી તથા સાહેદના ચીમનલાલ ભગવાનજી એન્ડ કંપની નામની પેઢીના રૂપીયા-૧૮,૨૦,૦૦૦/- (અઢાર લાખ વીસ હજાર) ભરેલો થેલો સ્કુટરમાં લઇ બૅન્કમાં પૈસા જમા કરાવવા જતા હતા તે દરમ્યાન બુકાની ધારી અજાણ્યા બે ઇસમોએ મોટરસાયકલ પર આવી ફરીયાદીના સ્કુટર સાથે ભટકાડી ફરીયાદી તથા સાહેદને પાડી દઇ છરી વડે ફરીયાદીને ડાબા હાથના અંગુઠા ઉપર ઘા મારી ઇજા કરી રૂપીયા ૧૮,૨૦,૦૦૦/- (અઢાર લાખ વીસ હજાર) ની લુંટ કરી નાશી જઈ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી મમ્હે. જીલ્લા મેજી. સાહેબ સુરેન્દ્રનગરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે સુરેન્દ્રનગર સીટી બી પોલીસ સ્ટેશન ગુરનં. ૧૧૨૧૧૦૫૬૨૪૦૪૫૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ (BNS) ની કલમ-૩૦૯(૬), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૧૮/૦૭/૨૦૨૪ ના નોંધવામાં આવેલ છે.
અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડ્યા IPSનાઓના માર્ગદર્શન તથા ડી.વાય.એસ.પી. વી.બી.જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન તથા ડી.વાય.એસ.પી. જે.ડી.પુરોહીત, નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન નાઓની સુચના હેઠળ ખાસ એકશન પ્લાન બનાવી ઉપરોકત બનેલ ચકચારી લુટના ગુનોઓ શોધી કાઢી, ચોર મુદ્દામાલ શોધી કાઢવા એલ.સી.બી., એસ.ઓ. જી., પેરોલ ફર્લો તથા પો.સ.ઇ. સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન તથા તાબાના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. જે ટીમો દ્રારા ગુનાને અંજામ આપનાર આરોપી (૧) મહેન્દ્ર ઉર્ફે જીગો ઉર્ફે બાડો મનોજભાઇ ચાવડા ઉવ. ૨૧ રહે. વઢવાણ, ગણપતિ ફાટસર, મુળ ગામ રૂપાવટી તા.વઢવાણ તથા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરને પકડી પાડી તેઓના કબજામાંથી લુંટના ગુનામાં ગયેલ રોકડા તથા દુદાપુર ગામે લુંટના પૈસા સંતાડી રાખેલ રોકડા રૂા.૨,૫૩,૦૦૦તેમજ લુંટના ગુનામાં વપરાયેલ પેશન મો.સા. કી.રૂા.૨૫,૦૦૦તથા લુંટના ગુનામાંથી લીધેલ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂા.૪૦૦૦નો મુદામાલ રીકવર કરવામાં આવેલ. જેમાં આરોપી મહેન્દ્ર ઉર્ફે જીગો ઉર્ફે બાડો મનોજભાઇ ચાવડા ઉવ.૨૧ રહે.વઢવાણ, ગણપતિ ફાટસર વાળાના તા.૨૬/૦૭/૨૦૨૪ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર છે.
આ ગુનામાં આરોપી મહેન્દ્ર ઉર્ફે જીગો ઉર્ફે બાડો મનોજભાઈ ચાવડા વાળાના પોલીસ કસ્ટડી રીમાન્ડ દરમ્યાન બાતમી હકીકત આધારે તેમજ હયુમન સોર્સ આધારે ફરીયાદી તથા સાહેદનો પીછો કરી ટીપ આપનાર આરોપી (૧) માર્શલ સન/ઓ અમરનાથભાઇ આર્ય ઉ.વ.૨૪ ધંધો એલ્યુમીનીયમ સેકસનનુ કામ રહે.વઢવાણ, ગણપતિ ફાટસર, ગણપતિ મંદીર તથા લુંટના પૈસા નાણા સગેવગે કરી સંતાડી મદદ કરનાર આરોપી (૨) આશીષ ઉર્ફે ભુરો નરોતમભાઇ દલસાણીયા ઉ.વ-૨૩ રહે.સુરેન્દ્રનગર, નવા ૮૦ ફુટ રોડ, મઢુલી પાન સામે વાળાઓને પકડી પાડેલ છે. આ કામે આરોપી માર્શલ અમરનાથભાઈ વાળાના કબજામાંથી લુંટના પોતાના ભાગે આવેલ રૂા.૨,૦૫,૦૦૦/- તથા લુંટમાં વપરાયેલ પ્લેટીના મો.સા. રજી. નં. જી.જે.-૧૩-બીડી-૦૧૩૪ તથા લુંટમાં વાપરેલ મોબાઇલ ફોન તથા આરોપી આશીષ ઉર્ફે ભુરો નરોતમભાઇ દલસાણીયા વાળાના કબજામાંથી લુંટના રોકડા રૂા.૬,૪૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન કબજે કરેલ છે. આમ આ ગુનાના કામે અત્યાર સુધી કુલ્લે રૂ।.૧૧,૦૨,૫૦૦/- રોકડા રીકવર કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓની વધુ પુછપરછ કરી વધુ મુદામાલ રીકવર કરવા તપાસ તજવીવ ચાલુ છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top