વઢવાણના મેડિકલ હોલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો કાર્યક્રમ યોજાયો

0
સુરેન્દ્રનગર વઢવાણના મેડિકલ હોલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના કર્મચારીઓ કામગીરી કરે છે તે રીતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું કાર્ય કરે છે અને તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક હજાર યુવાનોને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત રેડક્રોસ ભવન બનાવવા માટે સરકારી ખરાબાની જગ્યા શોધીને સરકારી રાહત દરે ફાળવવા માટે પ્રયત્ન કરીશ તેમ વચન તેમણે આપ્યું હતું.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના ચેરમેન અજયભાઈ પટેલ એ સુરેન્દ્રનગરમાં રેડ ક્રોસ ભવન બનાવવા માટે રૂપિયા ૨૫ લાખનું દાન જાહેર કર્યું છે. આ એડ ક્રોસ ભવનમાં ફિઝિયોથેરાપી સેન્ટર, નર્સિંગ સ્ટાફ ટ્રેનિંગ, ડેન્ટલ ક્લિનિક, ફર્સ્ટ એઈડ ટ્રેનીંગ, હોમ કેર ટેકર, થેલેસેમિયા કેર જેવી બહુ ઉપયોગી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
આ પ્રસંગે વર્ષાબેન દોશી, હરદેવસિંહ પરમાર, જગદીશભાઈ ત્રિવેદી, જીજ્ઞાબેન પંડ્યા, ધનરાજભાઇ કેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર શાખા તથા ગુજરાત રાજ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય સેવા યજ્ઞ રેડ ક્રોસ આપના દ્વારે કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગર શાખાના ચેરમેન કલ્પેશભાઈ નવીનભાઈ સંઘવી, સેક્રેટરી રતિભાઈ ભડાણીયા, વાઇસ ચેરમેન નલિનકાંત જે.મહેતા, ટ્રેઝરર જશવંતરાય સી. દોશી તેમજ પૂર્ણાંકભાઈ શાહ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. તેમજ અમદાવાદથી ગુજરાત સ્ટેટ ગુજરાત રાજ્ય શાખાના જનરલ સેક્રેટરી ડો. પ્રકાશભાઈ પરમાર, ટ્રેઝર ડો. સંજયભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના પ્રમુખ અજયભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી બાળકો માનવતાવાદી કાર્ય કરવા પ્રેરાય તેવી શીખ આપી હતી. તેમજ રૂપિયા 25 લાખનું દાન જાહેર કર્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકના પ્રમુખ હરદેવસિંહ પરમારના ત્રણ લાખ અને પ્રખ્યાત હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદીના ₹3,00,000 એમ કુલ 31 લાખ દાનની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો તેમજ રેડ ક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top