સુરેન્દ્રનગર SOGની કાર્યવાહી: દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, હથિયારધારા હેઠળ ગુનો દાખલ

0
સુરેન્દ્રનગર, 8 જૂન 2025: રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા હથિયારધારા અંગેની ખાસ ડ્રાઇવના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયા (IPS) નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારધારાના ગુનાઓ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સઘન સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ સૂચનાના અમલ રૂપે સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે સફળતાપૂર્વક એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી પાડી ધોરણ 6 ની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, SOG સ્ટાફ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન માલવણથી વિરમગામ હાઈવે ઉપર ઉમા સંકુલ પાસે આવતા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલાને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, અનીસખાન અનવરખાન મલેક (રહે, સેડલા, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર, ઉંમર ૨૩ વર્ષ) નામનો એક શખ્સ હાથ બનાવટનો દેશી તમંચા સાથે સેડલાથી માલવણ ટોલટેક્ષ તરફ આવતા રસ્તેથી નીકળવાનો છે.
આ હકીકતના આધારે, SOG ટીમે તુરંત કાર્યવાહી કરી વોચ ગોઠવી હતી. બાતમીવાળા સ્થળેથી પસાર થઈ રહેલા અનીસખાન અનવરખાન મલેકને પોલીસે આંતરી પાડી, તેની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલો એક દેશી તમંચો (કિંમત આશરે રૂ. ૨૫૦૦/-) મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને દબોચી લીધો હતો.
પકડાયેલા આરોપી અનીસખાન અનવરખાન મલેક વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી) એ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, એ.એસ.આઈ. અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલા, હેડ કોન્સ્ટેબલ ચેહરભાઈ અમરશીભાઈ ઝીંઝુવાડીયા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ અંબારામભાઈ મેટાલીયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલ હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top