પાટડી ગટર દુર્ઘટના: પાંચ મહિને ચીફ ઓફિસર મોસમ પટેલની ધરપકડ: બનાવ બાદ ચીફ ઓફિસર/સેનેટરી ઇન્સ્પેક્ટર ફરાર હતા

0
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકામાં પાંચ મહિના પહેલા બનેલી ગોઝારી દુર્ઘટના, જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા, તે મામલે પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલને પોલીસે ઝડપી પાડ્યા અને ન્યાયની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ મહિના પૂર્વે પાટડીના અનુસૂચિત જાતિ વિસ્તારના જયેશ ભરત પાટડીયા અને ચિરાગ કનુ પાટડીયા નામના બે યુવાનોને કોઈપણ પ્રકારના યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડ્યા વિના ગટર સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા. પાણીના સંપની કુંડીમાં ઉતરતા જ ઝેરી ગેસના કારણે બંને યુવાનોને ગૂંગળામણ થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
આ ગંભીર ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી હતી. જોકે, ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારીયા ઘટના બાદ ફરાર થઈ ગયા હતા, જેને કારણે પોલીસ તંત્ર તેમની શોધખોળમાં લાગ્યું હતું. પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ કેસમાં અગાઉ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને હવે ચીફ ઓફિસર મોસમ પટેલની ધરપકડ થતાં આ ગંભીર કેસમાં પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. બે આશાસ્પદ યુવાનોના મોત માટે જવાબદાર તમામ લોકોને કાયદાના કઠેડામાં લાવવા માટે પોલીસ કાર્યવાહી આગળ વધી રહી છે. આ ધરપકડોથી મૃતકના પરિવારજનોને ન્યાય મળવાની આશા બંધાઈ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top