ઈદના પવિત્ર તહેવારને અનુલક્ષીને સુરેન્દ્રનગર શહેરમાં સુરક્ષા દળો સતર્ક બન્યા છે. પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તા.૬મે ૨૦૨૫ને સાંજે ૫:૪૫ કલાકે SOG (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપ), બોમ્બ સ્ક્વોડ, અને ડોગ સ્ક્વોડ દ્વારા B ડિવિઝન પોલીસ સ્ટેશનના QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) સાથે મળીને શહેરના વિવિધ ભીડભાળવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ખાસ કરીને શહેરના ડી માર્ટ અને જ્યાં વધુ લોકોની અવરજવર હોય તેવી જગ્યાઓને નિશાન બનાવીને સુરક્ષા જવાનોએ સ્થળોએ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગનો હેતુ કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવાનો અને તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય તેવો માહોલ બનાવવાનો હતો.