સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ એકેડમીનો પ્રારંભ: નજીવા દરે કોચિંગ, બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ આયોજન

0
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા અને પોલીસ પરિવારજનો તેમજ શહેરીજનોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી જિલ્લા પોલીસ સ્પોર્ટસ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એકેડમીનો પ્રારંભ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયા (IPS) સહિત સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે, ડીવાયએસપી પાર્થ પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આ સ્પોર્ટસ એકેડમીમાં કુલ ૧૦ રમતોની કોચિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, એથ્લેટિક્સ સહિતની વિવિધ રમતોનો સમાવેશ થાય છે. આ કોચિંગ પોલીસ પરિવારના સભ્યો ઉપરાંત અન્ય શહેરીજનોને પણ નજીવા દરે પૂરી પાડવામાં આવશે, જેથી વધુને વધુ લોકો આ સુવિધાનો લાભ લઈ શકે. આ પહેલથી જિલ્લામાં રમતગમતનું વાતાવરણ વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

આ ટુર્નામેન્ટના આયોજનથી જિલ્લાના બેડમિન્ટન પ્રેમીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ મંચ મળ્યો હતો.
જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ૧૦ રમતો માટે કોચિંગ શરૂ કરવામાં આવી છે. પરંતુ આગામી સમયમાં માંગ અને જરૂરિયાત મુજબ અન્ય રમતોને પણ આ એકેડમીમાં સામેલ કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ સુરેન્દ્રનગર જિલ્લામાં રમતગમતના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top