રાજભવન ખાતે 'સહકારથી સમૃદ્ધિ' સંમેલન: રાજ્યપાલ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સહકારી મંડળીઓનું સન્માન

0
ગાંધીનગર, 09 જૂન, 2025: આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે રાજભવન, ગાંધીનગર ખાતે એક ભવ્ય 'સહકારથી સમૃદ્ધિ' સંમેલન યોજાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્રે થયેલી પ્રગતિની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના વિઝનથી 'Cooperation Among Cooperatives'નો ઉમદા વિચાર સહકાર ક્ષેત્રને મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશમાં સહકારી ક્ષેત્રનું મોડલ સ્ટેટ બન્યું છે. તેમણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્યના સહકાર ક્ષેત્રને વિશ્વનું પ્રેરણાસ્ત્રોત બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ અવસરે રાજ્યની પ્રગતિશીલ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મહાનુભાવોના વરદ્હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંમેલન અંતર્ગત વિવિધ સહકારી મંડળીઓ દ્વારા લગાવવામાં આવેલ પ્રદર્શનીની રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને પ્રદર્શનકારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમની કામગીરીને બિરદાવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top