સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ (સાપ્તી) – ધ્રાંગધ્રા ખાતે શિલ્પકળાનાં નવીન,સર્જનાત્મક અને સ્વાવલંબી ડીઝાઇન આધારિત રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ શરૂ

0
વિવિધ કોર્ષમાં ૧૬ થી ૨૮ વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા ઈચ્છુક ઉમેદવારો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકશે:તાલીમાર્થીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા નિ:શુલ્ક, નિયત ધારાધોરણ મુજબ સ્ટાઈપેન્ડ મળવાપાત્ર
ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ – ધ્રાંગધ્રા ખાતે શિલ્પકળાનાં નવીન,સર્જનાત્મક અને સ્વાવલંબી ડીઝાઇન આધારિત રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ શરૂ છે. જેમાં વિવિધ કોર્ષમાં ૧૬ થી ૨૮ વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ મેળવી શકે છે. 
જેમાં (૧) ડીપ્લોમાં ઓફ વોકેશન ઇન સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન (Kaushalya – The Skill University-એફીલીએટેડ) ૨ વર્ષ (૪ સેમેસ્ટર)નાં કોર્ષ માટે ધો. ૧૦ પાસ ઉમેદવારો, (૨) સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન-રેગ્યુલર (સાપ્તીના પ્રમાણપત્ર કોર્ષ) ૨ વર્ષ (૪ સેમેસ્ટર)નાં કોર્ષ માટે ધો. ૦૮ પાસ ઉમેદવારો, (૩) લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન- (પ્રમાણપત્ર કોર્ષ) ૩ મહિનાના કોર્ષ માટે ધો. ૦૮ પાસ ઉમેદવારો, (૪) સર્ટીફીકેટ કોર્ષ – સ્ટોન બેઝ્ડ CNC મીલીંગ ડિઝાઇન અને સંલગ્ન ડીજીટલ આઉટ્પુટસ (Kaushalya-The Skill University - એફીલીએટેડ) ૬ મહિનાના કોર્ષ માટે ધો. ૧૦ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
તાલીમાર્થીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા નિ:શુલ્ક રહેશે. નિયત ધારાધોરણ મુજબ તાલીમાર્થીઓને નિયત સ્ટાઈપેન્ડ સીધા જ બેંક ખાતામાં મળવાપાત્ર રહેશે. ઈચ્છુક ઉમેદવારો જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, સ્કુલ લિવિંગ સર્ટિફીકેટ, પાસ થયાની છેલ્લી માર્કશીટ, બેંક પાસબુકની નકલ સાથે ‘સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ-ધ્રાંગધ્રા, હળવદ બાયપાસ, રેલ્વે ક્રોસિંગ નં. ૫૦ની બાજુમાં, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર, પીન-૩૬૩૩૧૦, ગુજરાત.’ નાં સરનામાં પર ઓફીસ સમય સવારે ૯ થી ૫ દરમિયાન સંપર્ક કરી શકશે. વધુ માહિતી માટે ઓફીસ નંબર ૯૨૬૫૬૮૬૦૫૩ ઉપર સંપર્ક સાધી શકાશે, તેમ સેન્ટર ડીરેકટર, સાપ્તી –ધ્રાંગધ્રાની અખબારી યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top