સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક મકાનની છત અચાનક તૂટી પડતાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગત મુજબ, લીંબડીની જૂની સોસાયટીમાં આવેલા એક મકાનની છત અચાનક ધસી પડી હતી. આ ઘટનામાં બે મહિલાઓ માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. લીંબડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે બંને મહિલાઓને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે.