ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫:રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા વાહનોના ઉપયોગ પર નિયમન મૂકતુ જાહેરનામું પ્રસિધ્ધ

0
પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય અને વાહન અધિકૃત કરાવ્યા સિવાય ઉપયોગ કરી શકાશે નહીં:વાહન પર સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે વિગતો સાથેની પરમિટ લગાડવી ફરજિયાત
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીમાં ઉમેદવાર/રાજકીય પક્ષો/ઉમેદવારના કાર્યકરો દ્વારા વાહનોના ઉપયોગ સંબંધે જરૂરી નિયમનો મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.ઓઝા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 
આ જાહેરનામાં અનુસાર, ચૂંટણીઓના સંબંધિત મતદાર વિભાગનાં ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારશ્રીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય અને વાહન અધિકૃત કરાવ્યા સિવાય વાહનોનો ઉપયોગ કરી શકશે નહી. જે વાહનો અધિકૃત કરવામાં આવેલ હોય તેની પરવાનગીની ફરજીયાત અસલ પ્રત અધિકૃત કરેલ વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાય તે રીતે ચોંટડવાની રહેશે. વપરાશમાં લેવાયેલા વાહનોનાં ખર્ચ ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. 
આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય કોઇપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, મીની બસ, સ્ટેશન વેગન, ટેક્સી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેક્ટર, ઓટો રીક્ષા, સ્કુટર વગેરેનો સમાવેશ થાય છે.
આ જાહેરનામુ ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા. ૨૭.૦૬.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાંનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ – ૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top