સુરેન્દ્રનગર પોલીસે બ્લેકમેલિંગ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો: સરકારી કર્મચારીઓ, નાગરિકો અને મહિલાઓને નિશાન બનાવતા 7 આરોપીઓ ઝડપાયા

0
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો બનાવીને લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ. ગીરીશ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે SOG, LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમો બનાવીને આ ગુનાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે.
આ ગેંગ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, રાજનેતાઓ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને મહિલાઓના ધમકીભર્યા તથા બિભત્સ બદનક્ષીના આક્ષેપોવાળા વીડિયો ઇન્સ્ટાગ્રામ આઈડી 'gujarat_sudharo_' અને 'gujrat555_sudharo' પર અપલોડ કરીને તેમને ડિલીટ ન કરવાની ધમકી આપી પૈસા પડાવતી હતી.
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી (રહે. સુરેન્દ્રનગર, હાલ કલકત્તા)ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે સુરેન્દ્રનગરના અલગ-અલગ ઈસમોએ આ વીડિયો બનાવવા માટે પૈસા આપ્યા હતા. આ મામલે કુલ 14 ઈસમો વિરુદ્ધ સુ.નગર સીટી "એ" ડીવી. પો. સ્ટે. ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે ગુનાના કામે 2) ભવાનભાઈ ઉર્ફે કાનો મનસુખભાઈ બાવળીયા (ઉ.વ. 32): ગેસ્ટ-હાઉસનો ધંધો 2) ગોપાલભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉ.વ. 36): ચેતના ફાસ્ટફૂડનો ધંધો 3) સંજયભાઈ દેવસીભાઈ ગરીયા (ઉ.વ. 45): ચાની હોટલનો ધંધો 4) સુરેશભાઈ ઉર્ફે સુરો બીજલભાઈ સિંધવ (ઉ.વ. 29): રીક્ષા ડ્રાઈવર 5) અકીલખાન ઉર્ફે સોનુ અસરફખાન પઠાણ (ઉ.વ. 33): ડ્રાઈવર 6) અસ્લમ રસુલભાઈ કટીયા (ઉ.વ. 33): રીક્ષા ડ્રાઈવિંગ 7) રાકેશભાઈ વીરજીભાઈ વિરમગામી (પ્રજાપતિ) (ઉ.વ. 40): પત્રકાર પ્રવૃત્તિ.
જ્યારે અન્ય આરોપીઓ યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી (જે હાલ જેલમાં છે), ઋતુરાજભાઈ લાલજીભાઈ આલ, વનરાજભાઈ અમરાભાઈ ખાચર, નૈમીક ભરતભાઈ શેઠ, રોહનભાઈ ભરતભાઈ શેઠ, જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા અને જયપાલ વિરમગામીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
આરોપી યોગેન્દ્ર ઉર્ફે બકરાના મોબાઈલમાંથી 1400થી વધુ વીડિયો મળી આવ્યા છે, જેમાંથી 100થી વધુ વીડિયોનું એનાલિસિસ કરીને 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાકીના વીડિયોનું એનાલિસિસ ચાલુ છે અને ગુનાહિત બાબતો જણાશે તો અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.
જ્યારે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ...
1. ભવાનભાઈ ઉર્ફે કાનો મનસુખભાઈ બાવળીયા:
 * વઢવાણ પો.સ્ટે: મારામારી, ધમકી (2013)
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર મંડળી (2015)
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: આર્મ્સ એક્ટ (2017)
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: દારૂબંધી ભંગ (2017)
 * સુ.નગર સીટી એ ડીવી પો.સ્ટે: એમ.વી. એક્ટ (2018)
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: જુગારધારા (2019)
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: PASA (2019)
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: મારામારી, ગંભીર ઇજા (2020)
 * વઢવાણ પો.સ્ટે: મારામારી, ગંભીર ઇજા, એટ્રોસીટી એક્ટ (2019)
 * રાણપુર પો.સ્ટે: દારૂબંધી ભંગ (2019)
 * જોરાવરનગર પો.સ્ટે: જુગારધારા (2021)
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: મારામારી, ગેરકાયદેસર મંડળી (2023)
2. સુરેશભાઈ ઉર્ફે સુરો બીજલભાઈ સિંધવ:
 * વટવા પો.સ્ટે (અમદાવાદ): જાહેરનામાનો ભંગ (2015)
 * સુ.નગર સીટી એ ડીવી પો.સ્ટે: મારામારી (2015)
 * બરવાળા (બોટાદ) પો.સ્ટે: બળાત્કાર, અપહરણ, પોક્સો એક્ટ (2020)
 * સુ.નગર સીટી એ ડીવી પો.સ્ટે: મારામારી, તોડફોડ (2019)
3. અકીલખાન ઉર્ફે સોનુ અસરફખાન પઠાણ:
 * સલાબતપુરા પો.સ્ટે (સુરત): જાહેરનામાનો ભંગ (2015)
 * ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે: મારામારી (2016)
 * ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે: પ્રિઝન એક્ટ, દારૂબંધી ભંગ (2019)
 * ડી.સી.બી. પો.સ્ટે: આર્મ્સ એક્ટ, ગુનાહિત કાવતરું (2023)
 * ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે: જી.પી. એક્ટ (2025)
 * સરખેજ પો.સ્ટે: મારામારી, તોડફોડ, ગાળાગાળી (2023)
 * ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે: દારૂબંધી ભંગ (2024)
4. અસ્લમ રસુલભાઈ કટીયા:
 * સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે: મારામારી, ધમકી (2017)
 * સુ.નગર સીટી એ ડીવી પો.સ્ટે: બેફિકર ડ્રાઈવિંગ (2021)
પોલીસ દ્વારા જનતાને અપીલ...
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કે જેમનો યોગેન્દ્ર ઉર્ફે બકરાએ વીડિયો બનાવી પૈસાની માંગણી કરી હોય અથવા પૈસા આપ્યા હોય, તો તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ, SOG સુરેન્દ્રનગર અથવા 100 નંબરનો સંપર્ક કરે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top