વઢવાણ પ્રાંતની ટીમે ગેરકાયદે દોડતા ચાર ડમ્પરને સીઝ કર્યા

0
વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ખોલડીયાદ પાસેથી ચાર ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે રૂ.૧.૭૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા અને તેમની ટીમ, જેમાં અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, ક્રિપાલસિંહ, પ્રતિપાલસિંહ ડોડીયા સહિતના અધિકારીઓ સામેલ હતા, તેઓ રાત્રે વોચમાં હતા. આ દરમિયાન, ખોલડીયાદ હાઇવે પર ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ દરમિયાન, કાળા પથ્થરોથી ભરેલા અને ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ પરમિટ વગરના કુલ ચાર ડમ્પર પકડાયા હતા. આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલ અંદાજે રૂ. ૧.૭૫ કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરવામાં આવ્યો છે
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top