મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા ૭૪૯ એકમોની ઓચિંતી મુલાકાત લઈ તોલમાપ ધારા અન્વયે ૨૯ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી

0
કુલ ૪૩ એકમો સામે નિયમાનુસાર કાર્યવાહિ કરી કુલ રૂ.૮૫,૫૦૦ માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવી:જિલ્લામાં ચકાસણી/મુંદ્રાકન અને અન્ય ફી પેટે રૂ.૫,૦૭,૮૫૫ની સરકારી આવકની વસુલાત

મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જે.એચ.આદેસરાના માર્ગદશન હેઠળ વિભાગીય જુ.નિરીક્ષકો વી.કે.ગામિત અને ડી.એ.માતંગ દ્વારા એપ્રીલ/મે-૨૦૨૫ના સમયગાળા દરમ્યાન પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીઝ, સોના, ચાંદી, અનાજ કરીયાણા, ફરસાણ, શાકભાજી તથા અન્ય વેપારી ફેરીયાઓના કાટા-વજન ઇલેક્ટ્રોનિક્સ બેલેન્સ, વે-બ્રિજ તેમજ પંપ યુનીટની ચકાસણી/મુંદ્રાકન અને અન્ય ફી પેટે રૂ.૫,૦૭,૮૫૫/-ની સરકારી આવકની વસુલાત કરવામાં આવી હતી.
એપ્રીલ/મે-૨૦૨૫ના સમયગાળા દરમ્યાન ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અને પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ અન્વયે ૭૪૯ એકમોની ઓચિંતી મુલાકાત લઇ તોલમાપ ધારા અન્વયે ૨૯ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.૪૫,૫૦૦/- અને પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ અન્વયે ૧૪ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.૪૦,૦૦૦/- માડવાળ ફી વસુલ કરી છે. આમ કુલ ૪૩ એકમો સામે નિયમાનુસાર કાર્યવાહિ કરી કુલ રૂ.૮૫,૫૦૦/- માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રીલ/મે-૨૦૨૫ના સમયગાળામાં સામુહીક તપાસ દરમ્યાન ૫ મોબાઇલ યોજી ૩૭ એકમો સામે નિયમના ભંગ બદલ કાર્યવાહી કરીને રૂ.૬૩,૫૦૦/- માંડવાળ ફી પેટે સ્થળ ઉપર જ વસુલાત કરવામાં આવી છે.
આ કચેરી દ્વારા ગ્રાહકોની જાગ્રુતિ માટે બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. એપ્રિલ/મે-૨૦૨૫ના સમયગાળા દરમ્યાન સ્કુલ/કોલેજ અને જાહેર સ્થળોએ ૬ ગ્રાહક જાગ્રુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાહકોની છેતરપીંડી બાબતે આ કચેરીને ૭ ફરીયાદ મળી હતી. આ તમામ ફરીયાદમાં તોલમાપ ધારા હેઠળ તપાસ હાથ ધરી તેનો નિકાલ કરવામાં આવ્યો છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top