ચોટીલાથી પેરોલ ફર્લો સ્કવોડે બે વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

0
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોટીલા ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરે મજકુર આરોપીનો કબ્જો ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપતા પોલીસી ધોરણ છ ની કાર્યવાહી હાથ ધરી હતી
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારુ તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધીની ખાસ ઝુંબેશ(ડ્રાઈવ) નુ આયોજન કરેલ છે.
જેના ભાગરૂપે જે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ છે. જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનાથી એલ.સી.બી પો.ઇન્સ. જે.જે. જાડેજા નાઓને ભારપુર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ હતી. પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. જે.વાય. પઠાણ તથા ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન આપી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ હતું.
ત્યારે તા.૧૯/૦૫/૨૦૨૪ ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા. તે દરમ્યાન સાથેના પો.કોન્સ શક્તિસિંહ જોરભા નાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી ચોટીલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૫૩/૨૦૨૩ આઈ.પી.સી કલમ કલમ ૩૭૯,૪૪૭ મુજબ ગુન્હાનો નાસતા ફરતા આરોપીને ચોટીલા તળેટી વિસ્તારમાથી કરશનભાઇ ઉર્ફે કસો ઉર્ફે સગુણા રામજીભાઇ વલુભાઇ ઘરેસા જાતે.ચુ.કોળી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.ગામ સીતાગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગરને અટક કરી તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી અર્થે આરોપીનો કબ્જો ચોટીલા પોલીસ સ્ટેશનને સોપવામા આવેલ હતો.
આ કામગીરીમાં પીઆઈ જે જે જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, એચ સી પ્રતાપભાઈ ભુપતભાઈ, વિજયસિંહ પ્રવિણસિંહ, અજયવિરસિંહ વિજયસિંહ, દેવરાજભાઈ મગનભાઈ, પીસી શક્તિસિંહ જોરુભા સહિતના પોલીસ અધિકારી/કર્મચારીની રોકાયેલ હતા .
આરોપીનો ગુનાહિત ઈતિહાસ...
(૧) સાયલા પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૦૦૫૩/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ક.૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ (૨) સાયલા પો.સ્ટે. ફ્રસ્ટ પાર્ટ ગુ.ર.નં.૦૦૫૪/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ક.૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ (૩) લખતર પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ક.૩૭૯,૪૪૭ મુજબ (૪) ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ગુ.૨.ન. ૧૧૨૧૧૦૧૬૨૨૦૪૭૦/૨૨ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ (૫) ધજાળા પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૧૩/૨૪ આઇ.પી.સી.કલમ ક.૩૭૯,૪૪૭ મુજબ. (૬) કોટડા સાંગાણી પો.સ્ટે.ગુ.ર.નં.૧૨૭/૨૩ આઇ. પી.સી. કલમ ૩૮૦,૪૫૪ ૪૫૭ મુજબ (૭) ચોટીલા પો.સ્ટે.ગુ.ર.નં-૪૬/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૪ ૪૫૭ મુજબ(૮) ધજાળા પો.સ્ટે.ગુ.૨.નં.૦૦૭૫/૨૦૨૪ આઇ.પી.સી.કલમ ક.૩૭૯,૪૪૭
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top