રાજ્ય કર્મચારી સંઘ દ્વારા શ્રમ આયુક્તને આવેદનપત્ર આપી રજૂઆત
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓને લઘુતમ વેતન અધિનિયમ-1948 અને ગુજરાત લઘુતમ વેતનધારા મુજબ ખાસ ભથ્થા વધારી આપવા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા શ્રમ આયુક્તને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. આ તકે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના પ્રમુખ મયુરભાઇ પાટડીયા સહીત અન્ય કર્મચારીઓએ લેખિત રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાકટ બેઈઝમાં ૩૫૦થી વધુ રોજમદાર સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લઘુતમ વેતન અધિનિયમ-૧૯૪૮ હેઠળ ખાસ ભથ્થાની જાહેરાત કરવામાં આવેલ છે.
આથી નિયત કરેલ મૂળ વેતનના દરો ઉપરાંત જીવન નિર્વાહ આંક ઉપર આપવાનું ખાસ ભથ્થુ તા.૧.૪.૨૫થી તા.૩૦.૯.૨૫ સુધી ત્રણ માસના સમય માટે દૈનિક રૂ.૪૫.૫૦ નક્કી કરવામાં આવેલ છે. તેથી સરકારના હાલના ધારા ધોરણ મુજબ લઘુતમ વેતન મળે તેવી કાર્યવાહી કરાય. કોન્ટ્રાક્ટ બેઈઝના રોજમદાર સફાઈ કામદારોને રૂ.૪૯૭.૫૦ લેખે લઘુતમ વેતન થયેલ છે. જે ચૂકવવા યોગ્ય કાર્યવાહી તથા પરિપત્રોનો અમલ કરાવવા જરૂરી કાર્યવાહી કરાય તેવી માગ લેખિતમાં માંગ કરવામાં આવી છે. લઘુતમ વેતન માટેના નિયમ મુજબ પગાર સ્લીપ આપવામાં આવતી નથી, તેથી પગાર સ્લીપ અપાવવા જરૂરી કાર્યવાહી કરાય. તેમજ ખાસ ભથ્થાની જાહેરાત કરવામાં આવેલ છે જે મુજબ મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને મજૂરોને તા.૧.૪.૨૫થી ખાસ ભથ્થુ ઉમેરી લઘુતમ વેતન મુજબ પગાર અપાવી શ્રમ આયુક્તને રજૂઆત કરી હતી તેમ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા શ્રમ આયુક્તને આવેદનપત્ર જણાવાયુ છે.