ઝેઝરી ગામમાં જુગારધામ પોલીસે રેડ પાડી તીન પત્તીનો જુગાર રમતા છ ને લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

0
સુરેન્દ્રનગર જીલ્લાના બજાણા પોલીસે પાટડી તાલુકાના ઝેઝરી ગામમાં પોલીસે બાતમીના આધારે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર ધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. 
આ દરોડામાં પોલીસે સરદારખાન ઉસ્માનખાન મલેકના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ શખ્સોમાં હુસેનખાન કરીમખાન મલેક, રસીદખાન સવેખાન મલેક, દિલીપ માલજી સરવરીયા, હુસેનખાન નસીબખાન મલેક, સોહીલખાન નસીબખાન બાઘડિયા અને ફિરોજઅલી બદરૂદિન હિરાણીનો સમાવેશ થાય છે.
જયારે પોલીસે આ રેડ દરમિયાન રોકડા રૂ. 1,03,060, પાંચ મોબાઈલ કિંમત રૂ. 42,000 અને ક્રેટા ગાડી કિંમત રૂ. 13,50,000 મળી કુલ રૂ. 14,95,060નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા હતા. બજાણા પોલીસે આ મામલે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેસની તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એમ.બી.બામ્ભા કરી રહ્યા છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top