ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ-૨૦૨૪' માટે નિર્માતાઓ પાસેથી નામાંકન માટે અરજીઓ મંગાવાઈ

0
તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં સંબંધિત નિર્માતાઓએ નિયત
નમૂનામાં અરજી કરવાની રહેશે
ગુજરાતી ચલચિત્રો ગુણવત્તાયુક્ત બને અને તેને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે 'ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯' હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત કેલેન્ડર વર્ષ-૨૦૨૪માં નિર્માણ કે પ્રસારણ પામેલા ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રોના સંબંધિત નિર્માતાઓ/ અરજદારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં લાયસન્સ ધરાવતાં સિનેમાગૃહોમાં જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પ્રથમ વખત પ્રદર્શિત થયા હોય એવા ગુજરાતી ચલચિત્રોને એવોર્ડ માટે અરજી કરવાની રહેશે. ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રો પૈકી શ્રેષ્‍ઠ ચલચિત્રો-કલાકાર કસબીઓને પારિતોષિક માટે તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકાશે. નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી વિગતો માહિતી ખાતાની વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. 'ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ-૨૦૨૪' માટે માહિતી નિયામકશ્રીની કચેરી, ફિલ્મ પ્રોડક્શન શાખા, બ્લોક નં.૧૯, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે નિયત સમયમર્યાદામાં અરજી જમા કરાવવાની રહેશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top