મહિલા દિવસ:કેરાલા (ત્રિસુર) ખાતે યોજાયેલ રાષ્ટ્રકક્ષાની માસ્ટરર્સ એથ્લેટિકસ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ

0
મહિલા ખેલાડી પોતે પી.ટી શિક્ષક છે અને દીકરીઓને રમત ગમતમાં આગળ આવે તે માટે વિવિધ રમતો શીખવે છે

તાજેતરમાં કેરાલા (ત્રિસુર) ખાતે ૬ઠ્ઠી રાષ્ટ્રકક્ષા એથ્લેટિક્સ માસ્ટરર્સ એથ્લેટિકસ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા વિવિધ રમતોમાં વિવિધ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગરની મહિલા પરમાર લાછુબેને હેમરથ્રો માં સતત લગાતાર પાંચમી વખત ગોલ્ડ મેળવી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો તેમજ જવેલિન થ્રો વિભાગમાં સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત કર્યો છે  જેનાથી સમગ્ર રાજ્ય અને જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
ખેલ મહાકુંભના આયોજન થકી આગળ આવ્યા:વિદેશમાં ભારતનો  ડંકો વગાડશે:લાછુંબેન અગાઉ પણ ઇન્ટર નેશનલ કક્ષાએ નેશનલ કક્ષાએ રાજ્ય કક્ષાએ રમતોમાં ભાગ લઈ મેડલ મેળવી ચુક્યા છે

સુરેન્દ્રનગરના વઢવાણ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પી.ટી ના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમાર રમત ગમતનો શોખ ધરાવે છે અને તે વિવિધ રમતોમાં જીલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ  તેમજ નેશનલ કક્ષાએ ભાગ લઈને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી નંબર તેમજ મેડલ મેળવી રહ્યા છે. ત્યારે કેરાલા (ત્રિસુર) ખાતે યોજાયેલ એથ્લેટીક સ્પર્ધામાં સતત પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેથી સમગ્ર જિલ્લાના શિક્ષકોગણ તેમજ છાત્રાલયના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. 
આગામી તાઈવાન ખાતે  યોજાનાર ઇન્ટર નેશનલ કક્ષાની એથલેટિકની ભાલા ફેક, હેમર થ્રો, ચક્ર ફેંક સ્પર્ધામાં ભાગ લેશે
સુરેન્દ્રનગર રાજપૂત સમાજના  છાત્રાલયમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને વિવિધ રમતો રમાડીને જિલ્લા લેવલે  તેમજ રાજ્ય લેવલ રમીને આગળ આવે તે માટેનું  માર્ગદર્શન આપે છે. લાછુંબેન પરમાર પોતે ખેલ મહાકુંભના આયોજન થકી આગળ આવ્યા અને વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ તેમજ વિવિધ રમતોમાં સર્ટિફિકેટ મેળવેલ છે.




Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top