સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હાથ બનાવટની પિસ્ટલ (તમંચા) સાથે એક ઇસમને પકડી પાડતી ચોટીલા પોલીસ ટીમે ઝડપી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મહાનિરીક્ષક ડો.ગીરીશ પંડ્યાએ જીલ્લામાં બનતા ગભીર પ્રકારના બનાવો બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુન્હોઓને ઝડપથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેના ભાગ રૂપે લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એમ.રબારી સાહેબ નાઓએ વણશોધાયેલ ગુન્હોને ઝડપથી શોધી કાઢવા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય. ત્યારે
તા.૧ માર્ચના રોજ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી.વલવી સાહેબ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ બસ સ્ટેન્ડ પાસે મજકુર પ્રદિપભાઈ અનકભાઈ કરપડા રહે., ચોટીલા થાનગઢ રોડ તા.ચોટીલા વાળો એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર ચ્યુનર ફોરવ્હીલર ગાડી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જેથી મજકુર ઇસમને તેમની કબ્જા હવાલાવાળી ફોરચ્યુનર ફોરવ્હીલર ગાડી સાથે હાજર ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ ફોરવ્હીલર ગાડીની આગળની સીટની વચ્ચેના બોક્ષમાં ગે.કા.રીતે એક હાથબનાવની પિસ્ટલ (તમંચો) તથા કાર્ટીસ નંગ-૦૫ મળી આવેલ જેથી મજકુર ઇસમને મળી આવેલ હથિયાર તથા કાર્ટીસ બાબતે પુછતા પોતાની પાસે કોઇ પાસ પરમિટ કે આધાર પુરાવા નહિ હોવાનું જણાવતા જેથી મળી આવેલ ગે.કા.હથિયારની કિ.રૂ.૨૦૦૦તથા કાર્ટીસ નંગ-૦૫ કિ.રૂ.૫૦૦ તથા ફોરચ્યુનર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦૦૦ગણી કબ્જે કરવામાં આવેલ છે અને મજકુર પ્રદિપભાઇ અનકભાઈ કરપડા જાતે.કાઠી દરબાર ઉ.વ.૩૧ ધંધો ખેતી રહે. ચોટીલા ઠે., થાનગઢ રોડ, ઉમીયાનગર સોસાયટી તા.ચોટીલા મુળ રહે, સડલા તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ધ અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતો.